Connect Gujarat
ગુજરાત

કચ્છ : અંજારના ભીમાસર ચકાસર ગૌશાળામાં 1100 ગામોની ગાયોની નિ:સ્વાર્થ ભાવે સેવા!, ગાયોનું ખાસ પ્રકારે રખાઇ છે ધ્યાન

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ચકાસર ગૌ શાળા ટ્રસ્ટનું કાર્ય અનોખું છે. અહી ગાયોનું ખાસ ધ્યાન રાખવામા આવે છે.

X

ગાયોના નિભાવ માટે અનેક સંસ્થાઓ કાર્યરત

ભીમાસર ચકાસર ગૌ શાળા ટ્રસ્ટનું કાર્ય અનોખું

ગૌશાળામાં સ્વચ્છતાંથી લઈને ગાયોનું ખાસ ધ્યાન રખાઇ

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ચકાસર ગૌ શાળા ટ્રસ્ટનું કાર્ય અનોખું છે. અહી ગાયોનું ખાસ ધ્યાન રાખવામા આવે છે.

ગાયોના નિવાસ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે પણ તેમાય કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ચકાસર ગૌ શાળા ટ્રસ્ટનું કાર્ય અનોખું છે.ભીમાસર ગામમાં વિશાળ ગૌ શાળા આવેલી છે. ગૌશાળામાં પ્રમુખ પદે બાબુભાઇ હૂંબલ,ટ્રસ્ટી રવજી મારાજ,વી.કે.હૂંબલ ,બાબુભાઈ તેમજ ટીમ કાર્યરત છે. આ ગૌ શાળામાં હાલમાં 1100 ગામની ગાયોનો નિવાસ થાય છે. અહીં બે ગાયોના સેડ ઉભા કરાયાં છે.ગૌશાળામાં 1.30 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત ગાયોના ઘાસચારા માટે અલગ સેડ ઉભા કરવામાં આવ્યા છે. દરરોજ ગાયોની બે ટાઈમ લીલું નિરણ આપવામાં આવે છે. ગામમાં કોઇ વ્યક્તિનો જન્મદિન હોય તો તેઓ અચૂક ગૌ શાળામાં સહયોગ આપે છે,હોળી, ધુળેટીના સમિતિની બેઠકમાં પણ ગાયોના ફંડ માટે બેઠક યોજાય છે હાલમાં ગાયોના નિભાવ માટે 3 કરોડની રકમ જમા છે. પ્રમુખ બાબુભાઇ હૂંબલના જણાવ્યા પ્રમાણે ગાયોને વખતોવખત પશુ ચિકિત્સકને બોલાવીને રસી આપવામાં આવે છે.ગાયોના સેડની દરરોજ નિયમિત સફાઈ કરવા આવે છે,સ્વચ્છતાનું ખાસ ધ્યાન દોરવામાં આવે છે . આ ઉપરાંત ગાયોના નિરણ માટે ચકાસર તળાવની આસપાસ ત્રણ પ્લોટ રાખવામાં આવ્યા છે જેમાં ગાયો માટે નિરણનું વાવેતર કરવામાં આવે છે તેમજ અન્ય પાંચ સ્થળોએ ખેતરોમાં પણ નિરણનું વાવેતર કરવામાં આવે છે. ગૌ શાળામાં જે ગાયોનો નિવાસ થાય છે તે અલગ અલગ માલિકોની છે ગાયનું દૂધ પણ જેતે માલિક જ લઇ જાય છે. ગૌ શાળા માત્ર ગાયોનો નિવાસ કરીને પુણ્યનું કામ કરી રહી છે.. બાબુભાઇ હૂંબલના જણાવ્યા પ્રમાણે તેઓએ રાપર,ગાંધીધામ,ચાંદ્રાણી ખાતે આવેલ ગૌશાળામાં સહયોગ આપેલ છે,આહીર પરિવાર ભગવાન શ્રી કૃષ્ણના વંશજ કહેવાય છે ત્યારે ગાયોની સેવા કરવી એ સૌ આહીર પરિવારની ફરજ બને છે

Next Story
Share it