કરછ: વરસામેડીમાં યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ,પ્રેમ પ્રકરણની આશંકા
યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બનવા પામી હતી,પોલીસે જુદા જુદા પાસાના આધારે તપાસ શરૂ કરી છે
BY Connect Gujarat Desk20 April 2023 7:20 AM GMT

X
Connect Gujarat Desk20 April 2023 7:20 AM GMT
કરછના અંજાર તાલુકાના વરસામેડી વિસ્તારમાં આવેલા લાકડાના બેન્સા માં ચાર પાંચ વષૅ થી કામ કરતા મુળ બિહારના રોહિત સુહાની ઉ.વ.27 વાળા એ પ્રેમ લગ્ન કરેલ છે. જેથી અજાણ્યા કોઈ શખ્શો એ રોહિત પર રાત્રી ના નવ વાગ્યા ની આસપાસ ફાયરિંગ કરતાં રોહિત ને પગ ના ભાંગે ગોળી વાગતાં તાત્કાલિક આદીપુર જૈન સેવા સમિતી હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી રહી છે.
હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણ ના કારણે ફાયરીંગ થયેલ હોય તેવું લાગી રહ્યું છે અંજાર પોલીસ ના પીઆઈ દ્રારા તપાસ નો દોર હાથ ધરવામાં આવ્યો છે.રાત્રી દરમિયાન ઘટના બની હતી,પોલીસે ઇજાગ્રસ્તના નિવેદન ના આધારે તપાસ શરૂ કરી છે યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બનવા પામી હતી,પોલીસે જુદા જુદા પાસાના આધારે તપાસ શરૂ કરી છે
Next Story