કરછ: કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનેવાલે વિવિધ પ્રોજેકટનું કર્યું નિરીક્ષણ, કહ્યું કંડલાને મેગા પોર્ટ બનાવવામાં આવશે

કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસીય કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે મંગળવારે બીજા દિવસે તેઓ કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા.

New Update
કરછ: કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનેવાલે વિવિધ પ્રોજેકટનું કર્યું નિરીક્ષણ, કહ્યું કંડલાને મેગા પોર્ટ બનાવવામાં આવશે

કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસીય કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે મંગળવારે બીજા દિવસે તેઓ કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા. તેમણે સવારે 10.25 વાગ્યે કંડલા પોર્ટ પહોંચીને બીજા દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. તેમણે સવારે નેવિગેશનલ ચેનલ, વોટરફ્રન્ટ અને પોર્ટ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ કાર્ગો જેટ્ટી નંબર 16ની લાસ્ટ બર્થની મુલાકાત લીધી હતી. અને ત્યાંથી તેઓએ કંડલા પર વીટીએમએસ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સોલ્ડ પેન લેન્ડ્સ અને તુણા સેટેલાઈટ પોર્ટનું નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલે કંડલા ખાતે રોડ-ઓવર બ્રિજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને આ વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ ગણાતો એવો આ રોડ-ઓવર બ્રિજના ઇન્ફ્રા પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.કંડલા પોર્ટ ને મેગા પોર્ટ બનાવવા નું લક્ષ્ય હાંસિલ કરવામાં આવશે તેવું સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. 

Latest Stories