કચ્છ : સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત

કચ્છના સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છ : સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
New Update

કચ્છના સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છના સફેદ રણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક G-20માં ભાગ લેવા માટે સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. G-20 માટે કચ્છ ખાતે પધારેલા પ્રતિનિધિઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી તા. 7થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન G-20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓના મંડળની સાક્ષી બનશે. પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G-20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવા જઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભા ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા, ધારાસભ્ય કેશુ પટેલ, માલતી મહેશ્વરી, ત્રિકમ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, અગ્રણી વલમજી હુંબલ, શિતલ શાહ, જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને વિદેશી ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Kutch #participate #foreign delegates #arriving #G-20 meeting #Safed Ran
Here are a few more articles:
Read the Next Article