નર્મદા : રાજપીપળાના લાછરસ ગામ ધોધમાર વરસાદના પગલે બેટમાં ફેરવાયું

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી  વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

New Update

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી  વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના પગલે લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.જાણવા મળ્યા મુજબ વહેલી સવારના પાંચ કલાક થી વરસાદે વરસવાનું શરૂ કરતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળ્યા હતા.જ્યારે જિલ્લાના વડુ મથક ગણાતા રાજપીપળા થી ૭ કિલો મીટરના અંતરે આવેલા લાછરસ ગામ માં વરસાદી પાણી એ જમાવટ કરતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.ઘર બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.અનરાધાર વરસાદના પગલે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
#Gujarat #CGNews #Narmada #Villages #Water Flooded #Rajpipla #Heavyrain
Here are a few more articles:
Read the Next Article