Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો, તો કુપોષિત બાળકોની સંખ્યામાં પણ વધારો, જ્યારે સી-પ્લેન સેવા પાછળ કરોડોનો ખર્ચ..!

રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 2,70, 922 જેટલા યુવાનો શિક્ષિત બેરોજગાર હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો, તો કુપોષિત બાળકોની સંખ્યામાં પણ વધારો, જ્યારે સી-પ્લેન સેવા પાછળ કરોડોનો ખર્ચ..!
X

ગુજરાતના 31 જિલ્લાના શિક્ષિત બેરોજગારીની સંખ્યામાં આંકડાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ કરેલા અનેક પ્રશ્નોમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો. રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 2,70, 922 જેટલા યુવાનો શિક્ષિત બેરોજગાર હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધ્રાસભ્ય ધ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમને લેખિત જવાબ માંગ્યો હતો કે, ગુજરાતમાં શિક્ષિત બે રોજગાર કેટલા છે અને તે બાબતે સરકારે લેખિતમાં જવાબ આપ્યો. જેમાં 12218 શિક્ષિત હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં કુલ બેરોજગાર 2,83,140 યુવાનો છે. સરકારે ખાનગીમાં 4,70,444 બેરોજગાર અને ખાનગી માં રોજગારી પૂરી પાડવામાં આવી હોવાનું સરકારની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યાની પણ જાહેર થઈ છે. જેમાં ગુજરાતના 30 જિલ્લાઓમાં 1,25,707 બાળકો કુપોષણથી પીડિત છે. 1,01,586 બાળકો ઓછા વજનવાળા હોવાનું સરકારે કબુલાત કરી છે.

અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,121 નોંધાય છે. જેમાં સૌથી વધુ નર્મદા માં 12,492 અને ત્યારબાદ બરોડામાં 11,322 કુપોષિત બાળકો હોવાનું સરકારની જાહેરાત કરી છે. તો અમદાવાદ સી-પ્લેનનો સવાલ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યો છે. સરકારે 31 ઓકટોબર 2020ના દિવસો શરૂ કરાઈ હતી. જેમાં કુલ 13,15,06,737 કરોડ ના કર્યો ખર્ચ થયો છે. સી-પ્લેન પ્રોજકટ હાલમાં બંધ છે. ફોરેન રજીસ્ટ્રેશન હોવાથી ઓપરેશન અને મેન્ટેનન્સમાં મુશ્કેલીઓ તેમજ ઓપરેટરને ઓપરેટિંગ કોસ્ટ ઉંચી જતી હોવાના નાણાકીય કારણો સરકારે સેવા બંધ કરવામાં આવી છે. 10 એપ્રિલ 2021 સુધી જ સી-પ્લેન સેવા કાર્યરત રહી હતી. સી-પ્લેન સેવા ફકત 6 મહિના જ કાર્યરત રહી હતી.

Next Story