માંડવીના પેટ્રોલપંપમાં રૂ ૭૧ લાખની ઉચાપત કરીને નાસી છૂટેલા મેનેજરની LCBએ મુંબઈથી કરી ધરપકડ

માંડવીના પેટ્રોલપંપમાં રૂા. ૭૧ લાખની ઉચાપત કરીને નાસી છૂટેલા મેનેજરને એલ.સી.બીની ટીમે મુંબઈમાંથી ઝડપી પાડીને વધુ પુછપરછ હાથ ધરી છે.

New Update
gujarat 1 valsad

માંડવીના પેટ્રોલપંપમાં રૂા. ૭૧ લાખની ઉચાપત કરીને નાસી છૂટેલા મેનેજરને એલ.સી.બીની ટીમે મુંબઈમાંથી ઝડપી પાડીને વધુ પુછપરછ હાથ ધરી છે.

Advertisment

જાણવા મળતી વિગતો મુજબ માંડવીના રૂદ્રેશ્વર પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોટાલાયજાના મહમદ હબીબ આમદ ચૌહાણએ બેન્ક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈના બેન્ક એકાઉન્ટમાંથી રૂા. ૬૬લાખ તેમજ ગત તા. ૮-૩-૨૦૨૫ના રોજમેળામાં દર્શાવેલ પેટ્રોલ-ડિઝલની આવક રૂા. ૫,૯૩, ૫૩પ સહિત રૂા. ૭,૧૯,૩૫૩૫ની ઉચાપત કરી હતી. આ બનાવમાં જે તે વખતે માંડવી પોલીસ મથકે છેતરપીંડીની ફરીયાદ નોંધાવાઈ હતી.

એલસીબીની ટીમે ટેકનિક્લ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપી મુંબઈમાં હોવાની બાતમી મળતા ટીમ ધસી ગઈ હતી અને આ શખ્સને પકડી પાડીને માંડવી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યારસુધી અન્ય કોઈ જગ્યાએ છેતરપીંડી કરી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisment