વલસાડ : કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો અનુભવ

કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો

New Update
વલસાડ : કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો અનુભવ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો અનુભવ કર્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી. ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવાયા હતા. જોકે, થોડા દિવસો સુધી દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો હતો. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.

આથી દિપડાનો કબજો લઈ અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાક વિસ્તારો નજીકથી દિપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. અગાઉ પણ અનેક વખત રહેણાક વિસ્તાર નજીકથી દિપડાઓ ઝડપવાના બનાવ બન્યા છે, ત્યારે આ વખતે પણ કોલવેરા ગામમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Latest Stories