Connect Gujarat
ગુજરાત

લાઈવ આપઘાત: વડોદરા ટ્રેન નીચે આધેડે પડતું મૂક્યું, સીસીટીવી જોઈ તમે હચમચી જશો...

વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક અજાણ્યા આધેડે આવી રહેલી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના રેલવેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે ગુણો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

X

આધેડનો મૃતદેહ જોઇ મુસાફરો સ્તબ્ધ

વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક અજાણ્યા આધેડે આવી રહેલી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના રેલવેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આધેડ સામાન્ય મુસાફરની જેમ ઉભો હતો

મળેલી માહિતી પ્રમાણે બુધવારે સાંજના સમયે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર એક અજાણ્યા આધેડે આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ આધેડ સામાન્ય મુસાફરની જેમ ટ્રેન આવી ત્યારે ઉભો હતો અને ટ્રેન નજીક આવતાની સાથે જ ટ્રેન સામે પડતું મૂકી દીધું હતું. આધેડે ટ્રેન નીચે પડતું મુકતા જ પ્લેટફોર્મ નંબર એક પરના મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. ટ્રેન પસાર થયા બાદ પ્લેટફોર્મ પર ઉભા રહેલા મુસાફરો ટ્રેન નીચે કપાઈ ગયેલા આધેડની લાશ જોવા માટે ટોળે વળી ગયા હતા.

મૃતદેહ પોષ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી

બીજી બાજુ આ બનાવની જાણ રેલવે પોલીસને થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે સાથે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. જોકે આજે મોડી રાત સુધી પોલીસ તંત્રને આ મૃતક ક્યાંનો રહેવાસી હતો તે અંગેની કોઈ માહિતી મળી નથી. બુધવારે સાંજે બનેલા આપઘાતના આ બનાવે રેલવે સ્ટેશનમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મૃતકની ઓળખ બાદ અન્ય વિગતો બહાર આવશે.

Next Story