મધ્યપ્રદેશ : દેશમાં માત્ર કઠિવાડામાં થાય છે "નુરજહા" કેરી, એક કેરીની કિમંત છે હજારો રૂપિયામાં

દાહોદથી 80 કીમીના અંતરે આવેલું છે કઠિવાડા ગામ, નુરજહા કેરી મુળ અફઘાનિસ્તાનથી જાત છે.

New Update
મધ્યપ્રદેશ : દેશમાં માત્ર કઠિવાડામાં થાય છે "નુરજહા" કેરી, એક કેરીની કિમંત છે હજારો રૂપિયામાં

ઉનાળામાં વિવિધ પ્રકારની કેરીઓનો સ્વાદ તમે માણ્યો હશે પણ આ કેરીનો સ્વાદ માણવા માટે તમારે એડવાન્સ બુકિંગ કરાવવું તો પડશે પણ કેરીના એક નંગ માટે એક હજારથી 1,200 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. અમે વાત કરી રહયાં છે નુરજહા કેરીની... મુળ અફઘાનિસ્તાનની ગણાતી આ કેરી ભારતમાં ભાગ્યેજ કોઈક જગ્યાએ થાય છે.દાહોદ નજીક મધ્યપ્રદેશના કઠિવાડામાં આવેલાં એક ફાર્મ હાઉસમાં આ અલભ્ય જાતની કેરી થાય છે. આ કેરીનું વજન 2થી 4 કિલો હોય છે અને લંબાઇ એક ફુટ જેટલી હોય છે.

દાહોદથી 80 કિમી દૂર મધ્યપ્રદેશના કઠીવાડા ખાતે શિવરાજસિંહ જાધવના ફાર્મમાં આવેલાં આંબા પર આ કેરીનો ફાલ આવે છે. આ આંબાને આશરે 50 વર્ષ પહેલા વાવવામાં આવ્યો હતો. આંબા ઉપર દર વર્ષે નુરજહા કેરી લાગે છે. જેને ખરીદવા માટે કેરી રસિયાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ બુક કરાવી લે છે.. નુરજહા કેરીની વાતો સાંભળીને દૂર દૂરથી લોકો માત્ર આ કેરી જોવા માટે કઠિવાડા આવે છે આ કેરી મર્યાદીત સંખ્યામાં ઉગતી હોવાથી એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. આ કેરીના એક નંગનો ભાવ 1,200 રૂપિયા સુધીનો હોય છે.ફાર્મના માલિકના જણાવ્યા પ્રમાણે આ જાતિના આંબાને ભાગ્યે જ કોઈ સ્થળે જમીન અને હવામાન માફક આવે છે અને તોજ તેનો ઉછેર થાય છે.

Latest Stories