મહીસાગર : લુણાવાડાની સેવાભાવી સંસ્થાએ સાચા અર્થમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..!

લુણાવાડા પંથકની સેવાભાવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ, વીજળી જતી હોય તે ગ્રામજનોને આપી ચાર્જીન્ગ બેટરી.

મહીસાગર : લુણાવાડાની સેવાભાવી સંસ્થાએ સાચા અર્થમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..!
New Update

કહેવાય છે કે, સેવાથી મોટો કોઈ ધર્મ નથી, ત્યારે સાચા અર્થમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરની સેવાભાવી સંસ્થાએ... બીઇંગ હ્યુમન ગ્રુપ સહયોગથી લુણાવાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને ઘરે-ઘરે જઈને ચાર્જીન્ગ બેટરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લુણાવાડા નગરની સેવાભાવી સંસ્થા બીઇંગ હ્યુમન ગ્રુપના તમામ સભ્યો છેલ્લા 7 વર્ષથી પોતાના સમય સાથે લોકોને કોઈપણ પ્રકારે મદદ કરવા તત્પર રહે છે, ત્યારે જન્મદિવસ, મરણ તિથી તેમજ તાત્કાલિક બ્લડની જરૂર હોય કે, પછી ઇમરજન્સી, દવાખાનું કે, પછી કોઈની અંતિમ ક્રિયા હોય આ તમામ સેવાઓ માટે આ ગ્રુપ સતત સહયોગ આપી રહ્યા છે.

ભૂખ્યાને ભોજન તેમજ તરસ્યાને પાણી, બીમારને હોસ્પિટલની મદદ કરવા તૈયાર હોય છે, ત્યારે ચોમાસાના વરસાદી વાતાવરણમાં પવન સાથે વારંવાર વીજળી જવાની ઘટના સામાન્ય છે, ત્યારે તાલુકાના અમુક ગામોમાં હજુ પણ વીજળી પહોંચી નથી, તેવામાં લુણાવાડામાં એક મુહિમ શરૂ કરી ગામડે-ગામડે ઘરે-ઘરે ચાર્જીન્ગ બેટરી પહોંચાડવાના આશય સાથે લુણાવાડા નગરના વિનાયક એડવાન્સ ઓર્થોકેરના ડો. અનિલ તાવીયાડ તરફથી લુણાવાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને ચાર્જીન્ગ બેટરી આપવામાં આવી હતી. જેમાં LCB પીઆઇ વિમલ ધોરડા, ટાઉન PSI સચિન પરમાર, વેદાંત સંકુલના મહર્ષિ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ચાર્જીન્ગ બેટરી વિતરણ કરવામાં આવી હતી.

#Connect Gujarat News #no electricity #Lunawada #Mahisagar News #Charging Battery #Electricity Fail
Here are a few more articles:
Read the Next Article