મહિસાગર જિલ્લાનાં સંતરામપુરમાં મહિલાના પેટમાં રહેલા બાળકની હત્યા કરાતી હોવાનો વિડિઓ વાયરલ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.
મહીસાગરના સંતરામપુરમાં ચાલતા ગર્ભપાતના વેપારનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જિલ્લામાં બાળકોની પેટમાં જ હત્યા કરવાની ઠેર-ઠેર હાટડીઓ ચાલી રહી છે. ત્યારે એક મહિલાના ગર્ભપાતનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. આ વીડિયોમાં 4 જેટલી મહિલાઓ એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરી રહી છે. ગર્ભપાતના હૈયુ હચમચાવી નાંખનારા દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે તાપસ દરમિયાન આ વિડીયો સંતરામપુર નગરમાં આવેલ એફ.સી.આઈ. ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનનો હોવાનો સામે આવ્યું છે.
આ વીડિયોમાં એક નાની ઉંમરની યુવતીને બેભાન કરીને પેટમાંથી રહેલા બાળકની હત્યા કાતર વડે કરતા અંદાજીત ત્રણથી ચાર મહિલાઓ ભેગી મળીને કરી રહી હોવાનું વિડિઓમાં દેખાઈ રહી છે, અને સંતરામપુર એક મકાનમાં ચાલી રહેલા બાળકની હત્યાનો ગોરખ ધંધાથી માત્ર 100 મીટર દૂર આવેલ પ્રિયલ હોસ્પિટલના સ્ટાફ હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે ત્યારે આવી બાળકની હત્યાનો કારસો કેટલા ટાઈમ થી ચાલી રહયો છે તે એક મોટો સવાલ છે??
હાલ તો વિડિઓ જોઈ આરોગ્ય અધિકારીએ તપાસ સમિતિ રચી તપાસ કરી ફરીવાર જિલ્લામાં આવું કૃત્ય ના થાય તેવા હેતુસર યોગ્ય કાર્યવાહી કરી હત્યાનો ગુનો નોંધવાનું જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે તે હવે જોવું રહયું.