Connect Gujarat
ગુજરાત

“માવઠું” : ગિરિમથક સાપુતારા સહીત ડાંગ અને વલસાડ-વાપીમાં ખાબક્યો વરસાદ, પાક નુકશાનની ખેડૂતોમાં ભીતિ..!

સાપુતારા સહીત ડાંગ અને વલસાડ તેમજ વાપીમાં કમોસમી માવઠું વરસતા કેરી સહિતના અન્ય પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.

X

સાપુતારા સહીત ડાંગ અને વલસાડ તેમજ વાપીમાં કમોસમી માવઠું વરસતા કેરી સહિતના અન્ય પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થવામાં થોડા જ સમયની રાહ છે, ત્યારે આ પહેલા જ ડાંગ જિલ્લાના વાતાવરણમાં આચનકા પલટો આવ્યો છે. ખાસ કરીને સાપુતારામાં વિવિધ વિસ્તારોમાં, જ્યાં ભારે બફારો હતો ત્યાં અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. જોકે, પંથકમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં દોડધામ મચી હતી. તો બીજી તરફ, ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી ખુશનુમાં માહોલ પણ સર્જાયો હતો.

આ તરફ, વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાપી અને વલસાડ ખાતે વાતાવરણમાં પલટા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સેલવાસના છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કિલવની, ઉમરકુઈ અને સીલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા કેરીના પાકને નુકશાની થવાની ખેડૂતોમાં ભીતી સેવાય રહી છે.

Next Story