/connect-gujarat/media/media_files/J8kideYDzlYDSkreUpDU.jpg)
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે, અને આ તબાહી હજુ પણ આગળ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતથી લઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા હોવાથી આજે પણ મેઘરાજા કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગઈકાલે મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી છે, જ્યારે હજી પણ મેઘરાજા વરસી રહ્યા છે