Connect Gujarat
ગુજરાત

મહેસાણા : બહુચરાજી ચાચર ચોક ખેલૈયાઓ વગર બન્યો સુમસામ, જુઓ શું કહ્યું શ્રદ્ધાળુઓએ..!

X

મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રીનું સવિશેસ મહત્વ સંકળાયેલું છે. નવરાત્રીને લઈ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું છે. પરંતુ ખેલૈયાઓ માટે ચાચર ચોકમાં ગરબા ગાવા પર પ્રતિબંધ લગાવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે, ત્યારે હવે લોકોને ગરબા ગાવા માટે છૂટ આપવામાં આવે તેવો લોકો માંગ કરી રહ્યા છે.

નવરાત્રીને શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ માનવામાં આવે છે, ત્યારે નવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તો દ્વારા માતાજીને રિઝવવા માટે આરાધના કરાતી હોય છે. જોકે, કોરોનાના કારણે હાલ બહુચરાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું સવિશેષ મહત્વ હોવા છતાં ગરબા ગાવા ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ખેલૈયાઓ સહિત શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે. લોકોનું માનવું છે કે, ચૂંટણી તેમજ અન્ય રાજકીય પ્રોગ્રામોમાં ખુદ તંત્ર જ મેળાવડા કરે છે, ત્યારે ધાર્મિક પ્રસંગોમાં એ પણ આસ્થાના કેન્દ્રોમાં જ આ પ્રકારની પાબંધી યોગ્ય ગણી શકાય નહીં. અનેક પ્રાચીન ગરબામાં ચાચર ચોકનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, ત્યારે હવે બહુચરાજી ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ખેલૈયાઓને મંજૂરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Next Story