મહેસાણા: મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન,દેશના જાણીતા કલાકારોની હાજરી

જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા વૈશ્વિક ધરોહરમાં નામાંકન પામેલા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયુ હતું

મહેસાણા: મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન,દેશના જાણીતા કલાકારોની હાજરી
New Update

મહેસાણા જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા વૈશ્વિક ધરોહરમાં નામાંકન પામેલા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયુ હતું

ઉત્તરાર્ધ મહોત્સવએ ગુજરાતમાં મોઢેરાનુ સૂર્ય મંદિર સુર્યની પુજા સાથે સંકળાયેલ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સૌ પ્રથમ સૂર્ય ગ્રામ જાહેર કરી મોઢેરા અને રાજ્યનું ગૌરવ આપ્યું છે અને રાજ્યની પારંપરિક અને બિનપારંપરિક ઉર્જાને નવો વેગ મળ્યો છે.ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે મંત્રી મૂળુ બેરાસહિતના મહાનુભાવો તેમજ કલાકારોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.મોઢેરા સૂર્યમંદિર ખાતે સમાપન મહોત્સવના દિવસે આંધ્રપ્રદેશના ડો કે શ્રીવલ્લી દ્વારા કથ્થકલી,અમદાવાદ રાધિકા મારફતિયા દ્વારા કથ્થક,આંધ્રપ્રદેશના ડો જી પદમણી રેડ્ડી દ્વારા કુચિપુડી,દિલ્હીના સુશ્રી જયાપ્રાભા મેનન દ્વારા મોહિની અટ્ટમ અને આસામના કુ ડિમ્પી બસૈયા દ્વારા સતરીયા ડાન્સ, અમદાવાદ ગુરુ શ્રી સ્મિતા શાસ્ત્રી-શિષ્યપ્રસીતા સુરાના દ્વારા કુચીપુડી તેમજ અમદાવાદ રાજલ બારોટ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતુ.ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે કલાકારોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યના અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક છે.મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે કલાકારોએ નૃત્ય રજુ કર્યું હતું.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #Mehsana #artists #Uttaradha Mohotsav #Modhera Surya Mandir
Here are a few more articles:
Read the Next Article