Connect Gujarat
ગુજરાત

મહેસાણા : ઉંઝામાં મફતમાં હેરકટિંગ- સેવિંગ માટે પડાપડી, સલુન સંચાલકોની અનોખી ઓફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી દેશમાં સેવાકીય અભિયાન ચાલી રહયું છે ઉંઝાના હેરસલુન સંચાલકો અભિયાનમાં સામેલ થયાં

X

મહેસાણાના ઉંઝા શહેરમાં ગુરૂવારના રોજ 50 જેટલા હેરસલુનમાં વિના મુલ્યે હેરકટિંગ અને સેવિંગની ઓફર આપવામાં આવતાં લોકોએ પડાપડી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી દેશમાં સેવાકીય અભિયાન ચાલી રહયું છે. મહેસાણા જિલ્લાના ઉંઝાના હેરસલુન સંચાલકો સેવાકીય અભિયાનમાં સામેલ થયાં હતાં. ગુરૂવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી હેરસલુનમાં વિનામુલ્યે હેરકટિંગ તથા સેવિંગ કરી આપવામાં આવ્યાં હતાં.

ઉંઝા શહેરમાં સવારથી હેરસલુનની બહાર લોકો આવવા લાગ્યાં હતાં. લોકોએ પણ વિનામુલ્યે હેરકટિંગ અને સેવિંગનો લાભ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત નાયી એસોસીએશનના આ નવતર પ્રયોગને લોકોએ આવકાર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ મહેસાણાના વડનગર ખાતે થયો છે ત્યારે મહેસાણા જિલ્લામાં સેવાકીય અભિયાનને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ કઇક નવું અને અલગ કરવાની ભાવના સાથે સેવાકીય અભિયાનની ઉજવણી કરી રહયાં છે. વિના મુલ્યે હેરકટિંગ અને સેવિંગ માટે ઉંઝાના 50 કરતાં વધારે સલુન ધારકો જોડાયાં હતાં.

Next Story