Connect Gujarat
ગુજરાત

મહેસાણા : ખાખી વર્દી પહેરી મહિલા કોન્સ્ટેબલે બનાવ્યા ફરીવાર વિડિયો, અનેક સવાલો ઉભા થયા..!

ફરીવાર વિડિયો બનાવતા મહિલા કોન્સ્ટેબલ વિવાદમાં, ખાખી વર્દીમાં બહુચરાજી મંદિરમાં બનાવ્યા છે વિડિયો.

X

ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી બહુચરાજી મંદિરમાં વિડિયો બનાવી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અગાઉ પણ અલ્પિતા ચૌધરીએ વિડિયો બનાવતા સસ્પેન્ડ થયા હતા, પરંતુ ફરીવાર પોલીસની વર્દી પહેરીને વિડિયો બનાવતા અનેક સવાલો ઉભા થયા છે.

મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વિડિયો બનાવી પ્રખ્યાત થયેલ મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અલ્પિતા ચૌધરીએ 2 વર્ષ અગાઉ પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક બનાવ્યો હતો. જેના કારણે ડીવાયએસપી મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

અલ્પિતા ચૌધરી પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ થયા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ થયા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અલ્પિતા ચૌધરી ફેન ક્લબના નામનું એક એકાઉન્ટ પણ બની ગયું છે, ત્યારે હવે અલ્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં બહુચરાજી મંદિરના પરિસરમાં બનાવેલા 3થી વધુ વિડિયો ઈન્સ્ટાગ્રામ રિલ્સમાં પોસ્ટ કર્યા છે. અલ્પિતા ચૌધરી અગાઉ પણ આવા વીડિયો બનાવવાના મામલે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે. પરંતુ ફરી એકવાર ખાખી વરદીમાં જ વિડિયો બનાવતા અનેક સવાલ ઉભા થયા છે.

Next Story