/connect-gujarat/media/post_banners/933d6756e602c61a88267714926c2bfd1bae38103d36c7321450e9f3f5fd0961.jpg)
મહેસાણા જિલ્લામાં આવેલ ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્ડા પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવનાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ધરોઇ ડેમ વિસ્તારના બહુવિધ પ્રવાસન વિકાસ પ્રોજેક્ટને પ્રગતિમાં મુકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણાના ધરોઇ ડેમ પ્રોજેક્ટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપ્યું હતું. અહી પંચતત્વ પાર્ક, નાદ બ્રહ્મ ઉપવન, એમ્ફી થિયેટર સહિતની વિવિધ સુવિધાઓને તબક્કાવાર વિકસાવામાં આવશે. ઉપરાંત ધરોઇ ડેમની 90 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા તારંગા-અંબાજી-વડનગર-રાણ કી વાવ સહિતના પ્રવાસન સ્થળોને પણ સાંકળી લેવાશે. સ્પિરિચ્યુઅલ, એડવેન્ચર્સ, ઈકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે, જ્યારે અહીના સ્થાનિકો માટે પણ રોજગારીની તક ઉભી થશે. જોકે, 3 ફેઝમાં અંદાજે રૂ. 1100 કરોડના ખર્ચે ધરોઈ ડેમ રિજયન ડેવલપમેન્ટને સાકાર કરવામાં આવનાર છે.