Connect Gujarat
ગુજરાત

મહેસાણા: PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શ્રી વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તરભ ગામે શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મહેસાણા ખાતે વાળીનાથ ધામ અને વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તરભ ગામે શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં પાંચ લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે. જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પુજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. 22મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે.વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાય મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે

Next Story