/connect-gujarat/media/media_files/2025/12/07/chinese-lace-2025-12-07-21-58-38.jpeg)
મહેસાણા પોલીસને બાતમી મળી હતી કે, બે ઇસમો જગુદણ-કોચવા બ્રિજ નીચેથી લીંચ તરફ જતા રોડ પર બાઈક પર પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા પોલીસે બાઈક પર પસાર થતા બે શખ્સોને આંતરી લીધા.તેમની પાસેથી જીવલેણ નાયલોન/ચાઈનીઝ દોરીની ૫૦ નંગ રીલ મળી આવી હતી.પોલીસે દોરી (કિંમત ₹૩૦,૦૦૦) અને બાઈક (કિંમત ₹૫૦,૦૦૦) મળીને કુલ ₹૮૦,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દોરીના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા.
પોલીસે પકડેલા બંને આરોપીઓની ઓળખ રાવળ સહદેવ વાસુભાઇ (ઉ.વ. ૨૧) અને રાવળ કરણકુમાર અશોકભાઇ (ઉ.વ. ૨૦), બંને રહે. પરબતપુરા રાવળવાસ, તા. માણસા, જિ. ગાંધીનગર, તરીકે થઈ છે. મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું અગાઉ જ બહાર પાડવામાં આવ્યું છે. આ બંને શખ્સોએ જાહેરનામાનો ભંગ કરવા બદલ તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.