રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી

ગુજરાત | Featured | સમાચાર રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે.રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે

rain-2
New Update

રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આજનો એક દિવસ ભારે છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.   

આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે.  બિકાનેરથી પસાર થતાં મોનસુન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે.  ગુજરાત રિજયનમાં 28% વધુ જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83% વધુ વરસાદ નોંધાયો છે. આવતીકાલથી વરસાદની સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટશે.       

હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારે વરસાનું અનુમાન છે.  આજે બે જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે તો આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

#Meteorological Department #Rain
Here are a few more articles:
Read the Next Article