હવામાન વિભાગની આગાહી, વરસાદી સિસ્ટમ વધુ સક્રિય અને મજબૂત બનતા ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ

Featured | સમાચાર, હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે. વરસાદી સિસ્ટમ વધુ સક્રિય અને મજબૂત બનતા આજે પણ ગુજરાતના

New Update
rain1

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે. વરસાદી સિસ્ટમ વધુ સક્રિય અને મજબૂત બનતા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે  રાજ્યના 60 ટકા જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી છે. .. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર વરસાદી ખતરો છે.

સતત બીજા દિવસે મેઘરાજા દક્ષિણ ગુજરાતના ઘમરોળશે. સુરત અને ભરૂચ જિલ્લામા ભારે વરસાદની  આશંકા છે. હવામાન વિભાગે  સુરત, ભરૂચમાં ભારે વરસાદના અનુમાન સાથે  રેડ એલર્ટ આપ્યું છે  તો . વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં પણ હવામાન વિભાગે  વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે વરસાદ વરસી શકે છે. વડોદરા અને આણંદ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું  યલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં  ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે.. ભાવનગર અને બોટાદમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારેની આગાહી કરી છે  તો સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના છુટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે.  બંન્ને સંઘ પ્રદેશોમાં ઓરેન્જ એલર્ટ અપાતા છુટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહી  વ્યક્ત કરી છે.

Latest Stories