રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

સમાચાર , સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી

New Update
Meteorological Department predicts that there will be thunder and rain in the state for the next five days

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.  આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે હવામાન વિભાગે રેડ અલર્ટની આગાહી કરી છે.  સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને રાજકોટમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે વરસાદની આગાહીના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   

કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.   

 

Latest Stories