/connect-gujarat/media/media_files/2025/05/17/SB77Y0RgweCM3u0VNEyk.jpeg)
દાહોદ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે.
મનરેગાના વર્ષ 2021થી 2025 વચ્ચે થયેલાં કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી હતી.
આ સમગ્ર મામલામાં જુદી જુદી 35 એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ હતી, જેમાં દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે.
જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. એ મામલે આજે પોલીસે બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. જ્યારે કિરણ ખાબડની શોધખોળ ચાલુ છે.