છોટાઉદેપુર : પાવીજેતપુર ભારજ નદી પરના તૂટેલા બ્રિજ અને ડાયવર્ઝન મુદ્દે MLA ચૈતર વસાવાની હાઇવે બંધ કરવાની ચીમકી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છતાં આજદિન સુધી બ્રિજ બન્યો નથી,અને  ડાયવર્ઝન પણ તૂટી જતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે.

New Update
chaitar vasava
  • ભરાજ નદી પર તૂટેલા બ્રિજ અને ડાયવર્ઝનથી પરેશાની

  • MLA ચૈતર વસાવાએ સ્થળની રૂબરૂ લીધી મુલાકાત

  • સરકાર પર ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ

  • NH.56ની કચેરીમાં અધિકારી ન મળતા રોષ

  • ચૈતર વસાવાએ હાઈએ બંધ કરવાની ઉચ્ચારી ચીમકી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છતાં આજદિન સુધી બ્રિજ બન્યો નથી,અને  ડાયવર્ઝન પણ તૂટી જતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે.ત્યારે આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને સરકાર સામે આક્ષેપ કર્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન મુદ્દે  ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો નેશનલ હાઇવે નંબર 56ના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ધારાસભ્ય ચૈતર વસાવાએ પાવીજેતપુર નજીક સિહોદ ગામે ભારજ નદી ઉપર તૂટેલા પુલ તેમજ સરકારી ડાયવર્ઝનની મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું કે જુલાઈ 2023થી આ પુલ તૂટી ગયો હોય અઢી વર્ષથી જનતા હાલાકી ભોગવી રહે છે. 35 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. પાંચ પાંચ વાર જનતા પોતાના સ્વખર્ચે જ જનતા ડાયવર્ઝન બનાવી શકતી હોય તો પછી ફાંકા ફોજદારી મારતા નેતાઓ તેમજ સરકાર દ્વારા આ ડાયવર્ઝન કેમ બનાવવામાં આવતું નથી.

ચૈતર વસાવાએ આ મુદ્દે નેશનલ હાઈવે નંબર 56ની કચેરી ખાતે અધિકારીને રૂબરૂ કરવા માટે પહોંચ્યા હતા,જોકે અધિકારી ન મળતા અને ઘણો સમય સુધી રાહ જોવા છતાં અધિકારી ન આવતા ચૈતર વસાવા રોષે ભરાયા હતા,અને આ કચેરી નકલી તો નથી ને તેવી કટાક્ષ પણ તેઓએ કરી હતી.વધુમાં વહેલામાં વહેલી તકે બ્રિજ અને ડાયવર્ઝન યોગ્ય રીતે બનાવવાની માંગ કરી હતી,જો આમ નહીં થાય તો નેશનલ હાઇવે નંબર 56 બંધ કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.

Latest Stories