ગુજરાતમાં જામ્યો ચોમાસાનો માહોલ, ઠેર ઠેર વરસાદે બોલાવી ધબદાટી

વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. ડાંગ જિલ્લામાં બરાબરનું ચોમાસુ જામ્યું છે. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના ધોધ પણ સક્રિય થયા

New Update

હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી

વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ

ક્યાક પાણી ભરાયાતો ક્યાક રસ્તામાં વાહનો ફસાયા

તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સામે પણ લોકોના સવાલ

ખેડૂતો પણ ખુશખુશાલ થઈ વાવણીના કામમાં જોતરાયા 

સમગ્ર રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છેત્યારે ડાંગવડોદરાપંચમહાલસુરેન્દ્રનગરજુનાગઢઅમરેલી સહિત ગીર સોમનાથ જીલ્લામાં વરસાદે ધબદાટી બોલાવી હતી. 

હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છેત્યારે આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. ડાંગ જિલ્લામાં બરાબરનું ચોમાસુ જામ્યું છે. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના ધોધ પણ સક્રિય થયા છે. આહવા-વઘઇ માર્ગ પર નજીક આવેલ શિવઘાટ અને ઉમરખાડી પણ વરસાદના પગલે સક્રિય થઇ છે. વરસાદના પગલે પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં પણ ધોધમાર વરસાદ હતો. જેના કારણે પાદરા તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ટાંકી તેમજ ટાવર રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાતા વહાણચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાત્યારે આ વર્ષે પણ પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરી સામે લોકોએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

સુરેન્દ્રનગર શહેર તથા જીલ્લામાં પણ સામાન્ય વરસાદ બાદ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જ વરસાદી પાણી ભરાયા હતા. સિવિલ હોસ્પિટલના ICU વોર્ડઓક્સિજન વિભાગ અને જનરલ વિભાગ બહાર પાણી ભરાતા દર્દી તેમજ તેમના સગાઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર્દીઓના સગા અને સ્નેહીજનો ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેપ્રથમ વરસાદે જ સિવિલ હોસ્પિટલના પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી કરી નાખી છે.

આ તરફપંચમહાલ જીલ્લામાં પણ વરસાદે ભારે કરી હતી. હાલોલમાં વરસાદ પડતાની સાથે જ રસ્તા પર ભૂવા પડ્યા હતા. ભૂગર્ભ ગટરની કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ નહીં કરવામાં આવતા વરસાદની સાથે જ માટી બેસી જતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. શહેરના વોર્ડ નંબર 1માં આવેલ ભરોણા પ્રાથમિક શાળા કાર ખાડામાં ફસાઈ હતી. જેથી શાળાના બાળકો સહિત સ્થાનિક નગરજનોને પણ અહીંથી પસાર થવામાં હાલાકી ભોગવવી પડી હતી.

તો બીજી તરફગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધીમીધારે મેઘમહેર જોવા મળી હતી. તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીરધાવાગીરબોરવાવભોજદે ગીર સહિતના વિવિધ ગામડામાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ સાથે જ સારા વરસાદના પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ વાવણીના કામમાં જોતરાયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસારજુનાગઢ જિલ્લામાં પણ વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી છે. જુનાગઢના વિસાવદરમાં વરસાદ વરસતા બસ સ્ટેન્ડ અને સરદાર ચોક સહીતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકેવિસાવદરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જુનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.

હવે વાત કરીએ અમરેલી જિલ્લાની... તો અમરેલીના વડિયા પંથકમાં ભારે ઉકળાટ બાદ ધીમીધારે મેઘરાજાની પધરામણી થઈ હતી. વડિયા અને કુકાવાવમાં ધીમીધારે શરૂ થયેલી મેઘમહેરના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન મોટી કુંકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત વડિયાના બાવર બરવાળાબાટવા દેવળીમોરવાડાખાન ખીજડિયાદેવળકી ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ધીમીધારના વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Latest Stories