નવસારી : 70 દિવસનો સમય આપ્યા બાદ NMC’ની કાર્યવાહી, આડેધડ ઊભા કરાયેલા 17થી વધુ મહાકાય હોર્ડીંગ્સ દૂર કર્યા...

નવસારી મહાનગરપાલિકાએ અગાઉ હોર્ડીંગ્સ ધારકોને 70 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ દબાણ શાખાની ટીમ દ્વારા મહાકાય 17થી વધુ હોર્ડીંગ્સ ઉતારવામાં આવ્યા

New Update
  • મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી

  • સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં મનપાએ કાર્યવાહી કરી

  • આડેધડ ઊભા કરાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરાયા

  • 17થી વધુ મોટા હોલ્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરી

  • NMCએ હોર્ડીંગ્સ ધારકોને આપ્યો હતો 70 દિવસનો સમય

નવસારી શહેરમાં આડેધડ ઊભા કરાયેલા મહાકાય હોર્ડીંગ્સ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી શહેરના સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં આડેધડ ઊભા કરાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 17થી વધુ મોટા હોલ્ડિંગ્સને NMCની દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. નવસારી મહાનગરપાલિકાએ અગાઉ હોર્ડીંગ્સ ધારકોને 70 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

Latest Stories