ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 200થી વધુ મતદાન મથકો ક્રીટીકલની કેટગરીમાં, તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાય

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેહલી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી

New Update
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 200થી વધુ મતદાન મથકો ક્રીટીકલની કેટગરીમાં, તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાય

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર યોજાશે મતદાન

12.65 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

જીલ્લામાં 200થી વધુ મતદાન મથકો ક્રીટીકલની કેટગરીમાં

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેહલી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી હતી. ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કુલ 12 લાખ 65 હજાર 588 મતદારો માટે 1359 બુથોનું આયોજન કરાયું છે. જેના ઉપર 5901 કર્મચારીઓ ફરજ બજાવશે.આ વખતે ચૂંટણીમાં 682 મતદાન મથકોથી લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. સાથે જ છેવાડા એક એક મતદાર સુધી પોહચવા પણ વિશેષ ઝુંબેશ અને આયોજન હાથ ધરાયુ છે. જિલ્લામાં આ વખતે પાંચ દિવ્યાંગ, પાંચ મોડલ, 35 મહિલા સંચાલિત મતદાન મથકો હશે.

જ્યારે પ્રથમ વખત ઇકો મતદાન અને યુવા માટે ઝઘડિયામાં ફક્ત યુવા સંચાલિત મતદાન મથક પણ ઉભું કરાશે. જિલ્લામાં કુલ મતદારોમાં 312 મતદારો શતાયુ, 14647 દિવ્યાંગ, 30449 યુવા અને 27564 મતદારો 80 થી વધુ ઉંમરના છે.80 થી વધુ ઉંમરના વૃધ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે.ભરૂચ જીલ્લામાં આ ચૂંટણીમાં 200 જેટલા મતદાન મથકો ક્રીટીકલ નોંધાયા છે. એટલે આ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની ભરૂચ, વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું 5 નવેમ્બરે પડશે.14 નવેમ્બર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ.15 મી એ ચકાસણી, પેહલી ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે કે.જે.પોલીટેક્નિક ખાતે મતગણતરી હાથ ધરાશે.

Latest Stories