ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા, સૌથી વધુ કેસ અમદાવાદમાં

ગુજરાતમાં કોરોના 'વકર્યો' : ગત 24 કલાકમાં 419 નવા કેસ સામે 218 થયાં સાજા,

New Update

ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા છે. સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 166, સુરત શહેરમાં 62, વડોદરા શહેરમાં 35, ભાવનગર શહેરમાં 30, સુરત જિલ્લામાં 22, વલસાડમાં 13 અને જામનગર શહેરમાં 10 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 218 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,463 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2299 થયા છે, જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2297 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.

Latest Stories