મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી 1.51 કરોડનું દાન અર્પણ કર્યું
BY Connect Gujarat Desk18 Feb 2023 2:22 PM GMT

X
Connect Gujarat Desk18 Feb 2023 2:22 PM GMT
મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે લહેરી ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું
મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી શ્રી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ શ્રી મુકેશભાઈ અંબાણી દ્વારા સોમનાથ મંદિરને 1.51 કરોડ શિવાર્પણ કર્યા હતા.
Next Story