અરવલ્લી: મોડાસાના મુલોજ નાદરીના બે યુવકોને પ્રેમસંબંધમાં માર મારતા બેભાન,પોલીસે તપાસ શરૂ કરી

પ્રેમી યુવક અને બીજા અન્ય એક યુવકને બાંધીને માર માર્યા બાદ બંને ઈજાગ્રસ્તો બેડઝ પાસે બાઈક સાથે બેભાન હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી

New Update
અરવલ્લી: મોડાસાના મુલોજ નાદરીના બે યુવકોને પ્રેમસંબંધમાં માર મારતા બેભાન,પોલીસે તપાસ શરૂ કરી

અરવલ્લીના મોડાસાનાના મુલોજ નાદરીના યુવકને મેઘરજના બ્રાહ્મણ કોટડા ગામની યુવતીને પ્રેમ સંબંધમાં યુવતીના ઘર પાછળ મળવા જતાં યુવતીના પિતા આવી જતાં પ્રેમી યુવક અને બીજા અન્ય એક યુવકને બાંધીને માર માર્યા બાદ બંને ઈજાગ્રસ્તો બેડઝ પાસે બાઈક સાથે બેભાન હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી હતી

મુલોજ નાદરીના કાળુભાઇ ખાતુંભાઈ ખાંટ અને રમેશભાઈ ચંદુભાઈ ખાંટ નામના બે યુવકો પોતાની બાઈક લઈ મેઘરજ ગેલી માતામાં દશેરા જોવા ગયા હતા. તે દરમિયાન રમેશ ખાંટને મેઘરજના બ્રાહ્મણ કોટડાની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય યુવતી પાસે પરિવારજનોએ ફોન પર મેસેજ કરાવી બોલાવ્યા બાદ યુવકને તેના ઘર પાછળ મળવા બોલાવતા રાત્રિના 11 વાગ્યાના અરસામાં યુવતીના પિતા અને તેના કાકા બંને આવી જતાં યુવકને અને તેના સાથે ગયેલ અન્ય યુવકને રસ્સી વડે હાથ પગ બાંધી ઢોર માર મારતાં બંને બેભાન થઈ ગયા હતા..

અને ત્યારબાદ બીજા દિવસે બંને યુવકોને બેડઝ પાટિયા પાસે બેભાન અવસ્થામાં ફેંકી દેતા સ્થાનિકોએ 108 મારફતે સારવાર અર્થે ખસેડયા હતા. ગંભીર હાલતમાં ભોગ બનનાર બંને યુવકોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. યુવકોએ ઈસરી પોલીસ મથકે માર મારનાર યુવતીના પિતા ધના લાલુ ડામોર અને વજા લાલુ ડામોર બંને રહે. બ્રાહ્મણ કોટડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Latest Stories