Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા

X

આજે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સોમનાથ મહાદેવને શીશ નમાવી તેઓએ ટ્રસ્ટની જલાભિષેક વ્યવસ્થા વડે સોમનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપીને મંત્રીશ્રીનું સન્માન કરાયું હતું.

સાથેજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અભિષેક કરાતું નિરાજન જે એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા મલ્ટી લેયર પ્યોરિફાય કરીને ભાવિકો માટે પવિત્રીરણ અને શુધ્ધિકરણ અર્થે સોમગંગાના નામથી તૈયાર કરવામાં આવે છે તે પવિત્ર સોમગાંગા ની બોટલ. તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોમય (ગૌમાતા નું ગોબર) તેમજ પવિત્ર આહુતિ દ્રવ્યોથી તૈયાર કરાવવામાં આવતી લઘુ યજ્ઞ કીટ પણ ભેટ સ્વરૂપે મંત્રીશ્રી મુળુભાઇ બેરા ને ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે અગ્રણીઓ તેમજ, સોમનાથ ટ્રસ્ટના સરકારશ્રીના વિવિધ વિભાગના તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story