નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હરિપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબરે રાતે 3 વાગે 20 લાખની ચોરી થઈ હતી. તીક્ષ્ણ હથિયારની અણીયે વેપારીને ત્યાંથી સોનુ,ચાંદી અને રોકડા રૂપિયાની ચોરી કરી 6 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ નર્મદા જિલ્લા પોલીસ લૂંટારુઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા॰ ત્યારે હરિપુરા ગામના ડુંગર વિસ્તારમાંથી 6 માંથી 5 લૂંટારુઓ મુદ્દામાલને સગે વગે કરવા માટે બાઇક પર નીકળ્યા હતા ત્યાં પોલીસને શક જતા આ આરોપીઓને પોતાના તાબામાં લેતા ગણતરીના કલાકોમાં જ 20 લાખની ચોરીનો ભેદ નર્મદા પોલીસની ટીમે ઉકેલી કાઢ્યો છે. હાલ 5 આરોપીઓ ની ધરપકડ કરી ને પૂછતાછ હાથ ધારવામાં આવી છે. જેમાં આરોપીઓ પાસેથી 12 લાખ રોકડા અને 90 ટકા સોનુ અને ચાંદી પકડીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીની શોધખોળ નર્મદા પોલીસ કરી રહી છે. જોકે આ તમામ આરોપીમાંથી 4 દાહોદ અને 1 આરોપી અલીરાજપુરનો છે. આ તમામ આરોપીઓનો આગળનો પણ ગુનાહિત ઇતિહાસ છે જેમાં 3 આરોપીઓએ અમદાવાદ,મહેસાણા, સુરત જેવી જગ્યામાં ઘરફોડ ચોરીના ગુન્હો કરી ચુક્યા છે.
નર્મદા : ગરૂડેશ્વરના હરિપુરા ગામના એક વેપારીને ત્યાં 20 લાખની ચોરી કરનાર 5 ઈસમોની ધરપકડ...
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હરિપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબરે રાતે 3 વાગે 20 લાખની ચોરી થઈ હતી.
New Update