નર્મદા: અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર મોટાપાયે જમીન કૌભાંડના ચૈતર વસાવાના આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જમીન કૌભાંડ અંગે મોટા આક્ષેપ કર્યા છે અને આ બાબતે મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને  પત્ર લખી તપાસની માંગ કરી છે.

New Update
Advertisment

 

Advertisment


આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રેસ કોનફરન્સ

મોટાપાયે જમીન કૌભાંડ થયુ હોવાના કર્યા આક્ષેપ

અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટા પર જમીન કૌભાંડના આરોપ
સી.એમ.અને રાજ્યપાલને લખ્યો પત્ર
Advertisment
અદિવસીઓની જમીન બિન અદિવાસીઓને આપી દેવાય: ચૈતર વસાવા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જમીન કૌભાંડ અંગે મોટા આક્ષેપ કર્યા છે અને આ બાબતે મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને  પત્ર લખી તપાસની માંગ કરી છે.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જમીન કૌભાંડ બાબતે પત્ર લખ્યો છે જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શિડયુલ પાંચમાં સમાવેશ કરવામાં આવેલ છે. 73AA ના મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1879થી લઈને 73AA-1981ની જોગવાઈ મુજબ શિડયુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે. આમ છતાં શિડયુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને PESA એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેકટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર, NA અને ભાડા પેટે કરીને આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે ત્યારે શિડયુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AAની જમીનોમાં કરેલા ટ્રાન્સફર, NA અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર  તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી  માંગ કરવામાં આવી છે

Latest Stories