કેવડીયા ખાતે એક દિવસીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેવડીયા ખાતે એક દિવસીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી સહીત દેશના વિવિધ રાજ્યના પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રીઓ સહિત કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ફિશરીઝ વિભાગોના સચિવો ભાગ લીધો હતો.
આ મીટનો ઉદ્દેશ્ય રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે એક કન્વર્જન્સ ફ્રેમવર્ક બનાવવાનો, યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને પરિણામો વિશે ચર્ચા કરવામાં આવી હતી સાથે ગુજરાતમાં પણ મસ્ય ઉધોગો સાથે જોડાયેલ માછીમારી ઓને પણ આજના આધુનિક યુગ સાથે જોડી અને નવી ટેકનોલોજી સાથે મસ્ય ઉધોગ કરતા લોકોને વધુ ફાયદો થાય અને માછીમારોને વધુ દેશમાં રોજગારી વધે એ માટેનો આજે એક દિવસીય સેમિનાર યોજાયો હતો