નર્મદા: કોંગ્રેસ અને BTPના ગઠબંધન અંગે પ્રભારી B.L.સંદીપે આપ્યું મહત્વનું નિવેદન,જુઓ શું કહ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
નર્મદા: કોંગ્રેસ અને BTPના ગઠબંધન અંગે પ્રભારી B.L.સંદીપે આપ્યું મહત્વનું નિવેદન,જુઓ શું કહ્યું

મોંઘાવરી સહિતના પ્રશ્ને યૂથ કોંગ્રેસ દ્વારા આયોજિત રેલી આજરોજ નર્મદા જીલ્લામાં પ્રવેશી હતી દરમ્યાન આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી નર્મદા જિલ્લાના મોવી ખાતે ખાતે આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપ,પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર મોંઘવારીએ સહિતના પ્રશને આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના પ્રભારી બી.એલ.સંતોષ અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધન અંગે જણાવ્યુ હતું કે BTP સાથે કોંગ્રેસે ગઠબંધન કરી કઈ મેળવ્યું નથી ત્યારે આ બાબતે હાઇકમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે