/connect-gujarat/media/post_banners/769ec52b87c5af17b4a653a871d1491aac515bc8a47e980c99c5f7b97b6916ff.webp)
ચીન સહિત વિશ્વના દેશોમાં ફરી કોરોના કહેર વર્ષી રહ્યો છે. જેને લઈને અનેક દેશોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વકરે નહિ તે માટે આગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ બન્યું છે. જેના સરકાર દ્વારા મિટિંગ બોલાવી સંબંધિત વિભાગને સૂચના અપાઈ છે. તો હૉસ્પિટલોમા પણ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં રાજકોટની શાળામાં માસ્ક ફરજીયાત કરાયા બાદ હવે નર્મદામાં SOU ખાતે પણ કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 27 ડિસેમ્બરથી કોવિડ ગાઇડલાઇન લાગું કરવા અંગે નિર્ણય લેવાયો છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ જનાર પ્રવાસીઓએ હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે. મહત્વનું છે કે નાતાલની બે દિવસની રજાઓમાં પ્રવાસીઓની ભીડને લઈને કોરોના સંક્રમણના જોખમને પગલે આ નિર્ણય કરાયો છે. ત્યારે SOU ખાતે માસ્કના નિયમ અંગે SOU ઓથોરિટીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે.
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આજે ક્રિસમસના તહેવારને લઈ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાની મોજ માણી રહ્યાં છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહીતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયુ છે. વધુ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા રાજપીપલા ST ડેપોની 30 બસો પણ મુકવામાં આવી છે.