Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપીપળા નગરપાલિકા પ્રમુખ તરીકે ધર્મીષ્ઠા પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી...

રાજપીપળા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી.

X

રાજપીપળા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી. જેમાં પાલિકા પ્રમુખ તરીકે ધર્મીષ્ઠા પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી કરવામાં આવી હતી.

રાજપીપળા નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનું પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રમુખ માટે સામાન્ય મહિલા અનામતની બેઠક હતી. જેથી ભાજપ દ્વારા 4 અનામત મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. પાલિકાની 28 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપ પાસે છે, અને કોંગ્રેસ પાસે 06 બેઠકો છે. ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોય જેથી ભાજપે ધર્મિષ્ઠા પટેલનું મેન્ડન્ટ આપી પાલિકા પ્રમુખ તરીકે તેમનું ફોર્મ રજૂ કર્યું હતું. જેથી પાલિકાના નવા પ્રમુખ તરીકે ધર્મીષ્ઠા પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી કરી હતી. જોકે, રોસ્ટર ક્રમ SC સીટને બદલી જનરલ કરી દેવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષે વોકઆઉટ કરી 9 સભ્યોએ ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર નીકળી રોષ વ્યક્ત કર્યો હતો.

Next Story