Connect Gujarat
ગુજરાત

નર્મદા : ચૈત્રી નવરાત્રીમાં આ મંદિરમાં આવેલ કૂવાનું પાણી પીવાથી મનોકામના થાય છે પૂર્ણ,જુઓ શું છે મહત્વ

રાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.

X

રાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.નવરાત્રીના પાવન દિવસોમાં અહી ભાતીગળ મેળો ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને માતાજીના દર્શનનો પણ લાભ લે છે.

જગત જનની માં જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. રાજવીઓની નગરી રાજપીપળામાં આસો માસની નવરાત્રીમાં માં હરસિદ્ધીનો મેળો ભરાય છે તથા ચૈત્ર મહિનાની નવરાત્રીમાં રાજપીપળામાં આવેલા પૌરાણિક કાલિકા માતાના મંદિરે પણ ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગોહેલ વંશના રાજવી પરિવાર દ્વારા દ્વારા કાલિકા માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારથી અહી મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજયભરના શ્રધ્ધાળુઓ ઉમટે છે અને માતાજીનાં દર્શનની સાથોસાથ મેળો મહાલવાની પણ મજા માણે છે. છેલ્લા 78 વર્ષોથી ભરાતા લોકમેળામાં લોકોની અનોખી શ્રધ્ધા અને ઉત્સાહ જોવા મળે છે.કહેવાય છે કે રાજ રજવાડા વખતે ગામની બહાર મંદિર હોવાથી એક કૂવો પાણી પીવા માટે બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ છે અને તેમાં માં કાલિકાનો વાસ હોવાની પણ માન્યતા છે.કૂવાનું પાણી પીવાથી મન ની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રધ્ધા છે.

Next Story