નર્મદા : દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ-માર્કશીટોના કૌભાંડનો પર્દાફાશ...

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં થયું વેરીફીકેશન ફેક વેબસાઇટ બનાવનાર દિલ્હીની મહિલાની ઓળખ

નર્મદા : દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ-માર્કશીટોના કૌભાંડનો પર્દાફાશ...
New Update

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા રાજપીપલા ખાતે આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. જેમાં ફેક વેબસાઇટ બનાવનારની ઓળખ થતાં LCB પોલીસે દિલ્હીમાં છાપો માર્યો હતો, ત્યારે બનાવટી સર્ટી સહિતના મુદામાલ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીની ફેક વેબસાઈટ મામલે નર્મદા જિલ્લા LCB પોલીસે મૂળ છત્તીસઘઢ અને હાલ દિલ્હી ખાતે રહેતી દેઉલા નંદ રૈવબીસી નંદના ઘરે રેડ કરતા આ મહિલા કે, જેની પાસે ઘરમાં ભારતની અલગ-અલગ 35 યુનિવર્સીટીઓના 30 જેટલા ડીગ્રી સર્ટીફીકેટ, 510 માર્કશીટો, ડીસીપી, માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન, અલગ-અલગ યુનિવર્સીટી અને બોર્ડના રબર સ્ટેપ, ડીગ્રી-સર્ટી અને માર્કશીટ ઉપર લગાડવાના હૉલમાર્ક મળી મળી આવ્યા હતા.

73 અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. નર્મદા જિલ્લા LCB પોલીસે ગુનાના કામે વપરાયેલ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ વધુ તપાસ અર્થે મહિલાને રાજપીપલા ખાતે લાવવામાં આવી છે. ઉપરાંત ગુજરાત તથા ગુજરાત બહારના એજન્ટો વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી યથાવત રાખી છે.

#ConnectGujarat #Narmada #Gujarati News #નર્મદા #Top News #Marksheet #Fake degree certificate #Uneversity #country exposed #બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ #બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી #fack Website
Here are a few more articles:
Read the Next Article