નર્મદા:31 ડિસેમ્બર માટે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસનું કડક ચેકીંગ,વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવાય

પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી

New Update
નર્મદા:31 ડિસેમ્બર માટે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસનું કડક ચેકીંગ,વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવાય

નર્મદા જિલ્લા પોલીસની કાર્યવાહી

દારૂની હેરાફેરી અટકાવવા પોલીસનું કડક ચેકીંગ

વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવાય

31 ડિસેમ્બર માટે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસની કામગીરી

વિવિધ ટીમ બનાવવામાં આવી

31 ડિસેમ્બર માટે દારૂની હેરાફેરી અટકાવવા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે.હાલ 25 મી.ડિસેમ્બર નાતાલનો પર્વ પૂર્ણ થયો જ્યારે આગામી 31 ડિસેમ્બરનો નવા વર્ષની ઉજવણીનો પર્વ હોય ગુજરાતમાં વિદેશી દારૂને ઘૂસાડવા માટે બૂટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

ડીવાયએસપી. જી.એ.સરવૈયાના નેતૃત્વમાં ડેડીયાપાડા પીઆઇ પી.જે પંડ્યા અને સાગબારા પી.એસ.આઈ સી.ડી.પટેલને પણ સતત ચેકિંગ કરી રહ્યા છે. ત્યારે બાહ્ય રાજ્યમાંથી કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ના આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહી છે.

આ બાબતે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, હાલ નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું યોજન થતું હોય છે. બુટલેગરો સક્રિય બનતાં હોય નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર છે. આ બોર્ડરથી કોઈપણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ગુસાડે નહીં એ બાબતે કડક ચેકીંગ કરવામાં આવી રહી.છે. પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કામ કરે છે.

Latest Stories