Connect Gujarat
ગુજરાત

નર્મદા: રાજપીપળા શહેરવાસીઓ માટે સારા સમાચાર, 9 વર્ષથી બંધ હાલતમાં ફિલ્ટર પ્લાન ફરી શરૂ થયો

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર વાસીઓ માટે સારા સમાચાર છે કે 9 વર્ષથી બંધ હાલતમાં રહેલ પાણીનો ફિલ્ટર પ્લાન ફરી શરૂ કરવામાં આવ્યો છે.

X

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર વાસીઓ માટે સારા સમાચાર છે કે 9 વર્ષથી બંધ હાલતમાં રહેલ પાણીનો ફિલ્ટર પ્લાન ફરી શરૂ કરવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપલા શહેર છે અને નર્મદા જિલ્લામાં પહાડી વિસ્તાર હોવાને કારણે રાજપીપલા શહેરમાં ક્ષાર વાળું પાણી આવે છે જે પાલિકા દ્વારા બોર બનાવી શહેરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે અને વધુ ક્ષાર આવવાથી શહેરીજનોને પેટના રોગનો ભોગ બનતા રાજપીપળાના 60 હજાર લોકોને કરજણ જળાશયમાંથી શુધ્ધ પાણી આપવા રાજ્ય સરકાર દ્વારા 24 કરોડના ખર્ચે વાડિયા પાસે ફિલટર પ્લાન્ટ નાખવામાં આવ્યો અને આ પ્લાનને ચેક કર્યા વગર જ 2013 માં પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ જે પાણી કરજણ ડેમમાંથી ડહોળુ આવતા બંધ કરી દેવામાં આવ્યો હતો આજે ફરી 1 કરોડ કરતા વધુ ખર્ચ કરી ફરી શહેરીજનો માટે પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે નવો ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે

Next Story