/connect-gujarat/media/post_banners/a77fe7345ec307917333f69bd05a140f2a2d3598e09f28bee7bf11a277dfb379.jpg)
ભાજપની ભરોસાની સરકારમાં જન જને મુકેલા વિશ્વાસ અને સાથનો આભાર વ્યક્ત કરવા નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરના દોલત બજારમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોચી હતી, જ્યાં જાહેર સભામાં પરિવર્તિત થયેલી યાત્રામાં સંબોધન કરતા કેન્દ્રીય ટ્રાઇબલ મંત્રી રેણુકા સિંઘએ જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. દેશ તેમજ દુનિયામાં લોકચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે. સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે. વિરોધીઓ પાસે કોઈ મુદા નહીં હોવાથી તેઓ હતાશ-નિરાશ થઈ ગયા છે. પરંતુ ગુજરાતની જનતા ભાજપ સાથે છે, અને ગુજરાતની જનતા ભાજપ અને PM મોદી પર વિશ્વાસ કરે છે. ગુજરાતમાં ભાજપની જંગી જીત થશે તેવા આશાવાદ સાથે ગુજરાત ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.