Connect Gujarat
ગુજરાત

નર્મદા: રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 34 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી

રાજપીળા નગરસા સદનની મળેલી સામાન્ય સભામાં રૂ.34 કરોડની પુરાંત વાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી

X

રાજપીળા નગરસા સદનની મળેલી સામાન્ય સભામાં રૂ.34 કરોડની પુરાંત વાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી

રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પાલિકા ખંડમાં વર્ષ 2022-23 નું અંદાજ પત્ર અને વિવિધ વિકાસના કામોની મંજૂરી માટેની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2022-23ના વર્ષનું 43 કરોડની ઉઘડતી સિલક તથા 47 કરોડની આવક મળી 90 કરોડની આવક વાળુ 56 કરોડની જાવક સાથે 34 કરોડની પૂરાંત વાળુ બજેટ સર્વસનુમતે મંજુર કરાયુ હતું. રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિકાસને ધ્યાનમાં રાખી બજેટ મંજુર કરાયું છે.શહેરવાસીઓને પેહલા પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ મળશે સાથે સાથે કાર માઈકલ પુલ, મચ્છીમાર્કેટનું રીનોવેશન થશે અને શાકમાર્કેટ નવું બનાવશે, પોસ્ટ ઓફિસ પાસે મલ્ટી પર્પઝ હોલનું નિર્માણ કરાશે.રાજપીપળા વાસીઓનોને ભૂગર્ભ ગટર કનેક્શન 7000 રૂપિયા સુધી ફ્રીમાં કરી અપાશે.

Next Story