નર્મદા : ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન આવ્યા SOUની મુલાકાતે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ થયા અભિભૂત

સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે સ્ટેસયુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

New Update
નર્મદા : ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન આવ્યા SOUની મુલાકાતે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ થયા અભિભૂત

SOUની મુલાકાતે આવ્યા ઈઝરાયેલના રાજદૂત

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની લીધી મુલાકાત

SOU અને પરિસર જોઈને થયા ખૂબ અભિભૂત

ગુજરાતના 3 દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ તમામ મહનુભાવોએ એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેઓને ગાઈડ દ્વારા સરદાર સરોવર ડેમ અંગેની વિગતોથી પાન વાકેફ કરાયા હતા.

તેમણે પણ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ઉંડો રસ દાખવ્યો હતો. ત્યારબાદ તેઓ સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિશ્વના પ્રવાસન ફલક પર અંકિત થયેલી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાને જોઇને ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન અને તેઓની ટીમ અભિભૂત થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરી રસપૂર્વક નિહાળી હતી, તથા નર્મદા મૈયાના દર્શન અને સરદાર સરોવર ડેમના જળસંગ્રહને જોઇને આનંદિત થયા હતા. પોતાના મોબાઈલમાં તસવીરોને યાદગીરી રૂપે સ્વયં કંડારી આનંદ અને ખુશીની લાગણી અનુભવી હતી. ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસનો પ્રાકૃતિક નજારો જોઇને તેઓ અચંબામાં પડી ગયા હતા.