Connect Gujarat
ગુજરાત

નર્મદા: મધ્યાહન ભોજન યોજના બંધ,શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને સ્વખર્ચે કરાવે છે ભોજન

મધ્યાહન ભોજન યોજના હાલ બંધ હોવાથી બાળકોને જમવાનું મળતુ નથી જેના કારણે બાળકો ભૂકયા જ બેસી રહે છે.

X

રાજ્ય સરકારે 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળા તો શરૂ કરી પરંતુ આદિવાસી એવા નર્મદા જિલ્લામાં શિક્ષકોની મુશ્કેલીઓ વધી છે. શાળાએ આવતા વિધાર્થીઓ રડી રહ્યા છે જેમને શાંત કરવા માટે શિક્ષકો પોતના ખર્ચે બિસ્કિટ અને ચવાણું આપી રહ્યા છે ત્યારે હવે વહેલી તકે મધ્યનભોજન શરૂ થાય એવી માગ ઉઠી છે..

રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક શાળા શરૂ કરવાના હુકમો તો આપી દીધા પરંતુ જે વ્યવસ્થાઓ કરવાની હોય તે હજુ બાકી રાખતા શિક્ષકોની મુશ્કેલી વધી ગઈ છે. તાજેતરમાં અઢી વર્ષ બાદ ધોરણ 1 થી 6 શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાકાળમાં કેટલાય લોકો બેરોજગારો બની જતા પોતાના બાળકોને હવે સરકારી પ્રાથમિક શાળામાં મૂકી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ અંતરિયાળ એવા સાગબારા, ડેડીયાપડા ,તીલાકવાડા ગ્રુડેશ્વર જેવા તાલુકાઓ ગામડાઓના વિધાર્થીઓ પણ હવે હોંશેહોંશે પ્રાથમિક શાળામાં ભણવા આવી રહ્યા છે.આદિવાસી વિસ્તારમાં મોટાભાગે જે માતા પિતા સવારથી જ પોતાનાની રોજગારી મેળવવા માટે મજૂરીએ જતા રહેતા હોય છે અને બાળકો શાળાએ આવેતો બપોરનું જમવાનું ન મળતા રડી પડે છે અને જેને શાંત કરવા શિક્ષકો પોતના ખર્ચે બિસ્કિટ ખવડાવે છે

માતા પિતા સરકારની મધ્યાહન ભોજન યોજનાના ભરોષે બાળકોને શાળાએ મૂકી જાય છે પરંતુ મધ્યાહન ભોજન યોજના હાલ બંધ હોવાથી બાળકોને જમવાનું મળતુ નથી જેના કારણે બાળકો ભૂકયા જ બેસી રહે છે. શિક્ષકો બાળકોની ભૂખ જોઈ માનવતા દાખવી પોતાના ખર્ચે ગામમાંથી બિસ્કિટ ચવાણું લઈ ખવડાવે છે ત્યારે હાલ શિક્ષકો અને વાલીઓ પણ રાજ્ય સરકાર પાસે માગ કરી રહ્યા છે કે જે પહેલા મધ્યનભોજન ચાલતું હતું જેને ફરી ચાલુ કરવામાં આવે

મોટાભાગના જિલ્લાઓ માંથી આવી ફરિયાદો આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે અને મધ્યાહન ભોજન શરૂ કરવા રાજ્ય સરકારને પત્ર લખી માંગ પણ કરી છે.આ બાબતે જિલ્લાના પુરવઠા આધિકારીનું કહેવું છે કે રાજ્ય સરકારની સૂચના મુજવાબ આગામી દિવસોમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવશે

Next Story