/connect-gujarat/media/post_banners/0610effa38cd058aaf803f488262abaee48f3d9a51c742da76edc18253312499.jpg)
આજરોજ કેવડિયા ખાતે ભાજપની ઓબીસી રાષ્ટ્રીય મોરચાની કારોબારીનું સમાપન થયું હતું જેમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપ પરમાર હાજર રહયા હતા.
આગામી દિવસોમાં દેશમાં મહત્વના પાંચ રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં સૌથી મહત્વનું રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત છે. આ પાંચ રાજ્યોમાં જાતિવાર મતદારોને એક કરી ભાજપની જીત પાક્કી કરવા દેશમાં પ્રથમ વાર એક રાષ્ટ્રીય OBC મોર્ચાની એક બેઠક કેવડિયા ખાતે રાખવામાં આવી છે. આજે ત્રીજા દિવસે કેવડિયા ખાતે ભાજપની ઓબીસી રાષ્ટ્રીય મોરચાની કારોબારીનું સમાપન થયું છે. આ બેઠકના સમાપનમાં રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર હાજર રહયા હતા. ત્યારે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ 182 બેઠકોના લક્ષ્યાંક સાથે સજ્જ હોવાની વાત કરી હતી.