/connect-gujarat/media/post_banners/83ad08921cd0b77dcfbac6b273a220efb7ebeb482a11712871f7990757190cbf.jpg)
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 2 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર-23”નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 2 થી 10 સપ્ટેમ્બર 23 દરમ્યાન નર્મદા ડેમ વ્યૂહ પોઇન્ટ 1 ખાતે મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર - 23”નું પ્રથમવાર આયોજન SOU ઓથોરિટી અને ગુજરાત ટુરીઝમના સંયુકત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ડોમ બની રહ્યો છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન અનેક કાર્યક્ર્મ યોજાશે જેમાં ભાગ લેવા વધુ માં વધુ પ્રવાસીઓ આવે એવું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ ફેસ્ટિવલમાંપ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.એક ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી એજન્સી દ્વારા પણ સાંસકૃતિક કાર્યક્રમ અને વિવિધ રમતો, યોગા એડવેન્ચર એક્ટિવિટીસ કરાવવામાં આવશે.ફૂડ કોર્ટમાં વિવિધ વાનગીઓ પણ મુકવામાં આવશે. મેઘ મલ્હારનું ઉદ્ઘાટન ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા દ્વારા કરાશે