New Update
/connect-gujarat/media/post_banners/7d6ff0000410b3ed5a9603c6adbd9d022391ce9ee0a8fc31c0204c136c5d2767.jpg)
નર્મદા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજન
નર્મદા રત્ન એવોર્ડ એનાયત કરાયા
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 81 લોકોને એવોર્ડ અપાયા
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
સુરક્ષા સેતુ સાસાયટી-નર્મદા પોલીસ તથા NMD ન્યુઝ નેટવર્ક દ્વારા આયોજીત "નર્મદા રત્ન એવોર્ડ -2022" સમારોહ સંસદસભ્ય મનસુખ વસાવાના અધ્યક્ષ પદે યોજાયો હતો. જેમાં ટાયફેડના ચેરમેન રામસિંહ રાઠવા,જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, રાજકીય આગેવાનો, શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈકર્મીઓ NDRF, SDRFની ટીમ સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ 81 લોકોને નર્મદારત્ન એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા
Latest Stories